ગુજરાત
News of Saturday, 8th September 2018

ટાટા કેપીટલ ફાઇનાન્શીયલ સર્વિસીસ લિ.નો ઇશ્યુ ૧૦મીએ ખુલશે

(કેતન ખત્રી) અમદાવાદ : નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની ટાટા કેપીટલ ફાયનાન્શિયલ સર્વિસીસ લીમીટેડએ વિવિધ સેગમેન્ટમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના કસ્ટમાઇઝ નાણાકીય ઉત્પાદનો પૂરા પાડયા ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. હવે કંપનીએ રૂ.૬,૦૦,૦૦૦ સુધીનો રૂ.૧૦૦૦ની ફેસ વેલ્યુ ધરાવતા સીકયોર્ડ, રીડીમેબલ, નોન કન્વર્ટીબલ ડિબેન્ચર્સ પ્રસ્તુત કર્યો છે. તેમજ રૂ.૧,૫૦,૦૦૦થી રૂ.૭,૫૦,૦૦૦ સુધીનો રૂ. ૧૦૦૦ની ફેસ વેલ્યુ ધરાવતા અનસીકયોર્ડ, સબઓર્ડીનેટેડ, રીડીમેબલ, નોન કન્વર્ટીબલ, ડિબેન્ચર્સ પ્રસ્તુત કર્યો છે. જે ૧૦ સપ્ટેમ્બરના રોજ ખુલશે. ઇશ્યુની બેઝ ઇશ્યુ સાઇઝ ૨,૦૦,૦૦૦ છે. જેમાં રૂ.૭,૫૦,૦૦૦ સુધીનું ઓવર સબસ્ક્રીપ્શન મેળવવાનો વિકલ્પ છે. ઇશ્યુ ૨૧ સપ્ટેમ્બરના રોજ બંધ થશે. જેમાં કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટર્સ કે બોર્ડ ઓફ ડાયરેકટર્સની કાર્યકારી સમિતિ દ્વારા વહેલાસર ઇશ્યુને બંધ કરવાની કે એને લંબાવવાનો વિકલ્પ સામેલ છે.

ટાટા કેપીટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લીમીટેડના નોન એકઝિકયુટીવ ડાયરેકટર શ્રી રાજીવ સભરવાલે કહ્યુ હતુ કે, ટાટા કેપીટલ ફાઇનાન્શિયલ સર્વિસીસની એસેટ રીટેલ, એસએમઇ અને કમર્શીયલ ફાઇનાન્સમાં એસેટ સાથે સારી રીતે ડાઇવર્સીફાઇડ પ્લેટફોર્મ છે. કંપનીઓના એએએ રેટીંગ્સ, વિસ્તૃત વિતરણ નેટવર્ક અને મજબૂત ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એનબીએફસી સ્પેસમાં વૃધ્ધિની તકોનો લાભ લેવાની સારી સ્થિતિમાં છે.(૪૫.૨)

(4:05 pm IST)