ગુજરાત
News of Monday, 8th August 2022

ગુજરાતમાં આવતા ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા: હવામાન તંત્ર

આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના: જાણો ત્રણ દિવસમાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ :ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.
આગામી ૨૪ કલાક માટે, ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે;  સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં જેમ કે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં.  ગુજરાત પ્રદેશના પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે;  સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
બુધવાર ૧૦મી ઑગસ્ટના રોજ, દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળે  અત્યંત ભારે વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
સુરત, ડાંગ, નવસારી અને તાપી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે;  સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે
અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે  સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના હવામાન ખાતાએ દર્શાવી છે.
ગુરુવાર ૧૧મી ઑગસ્ટના રોજ, દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ;  જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ અલગ-અલગ સ્થળે અત્યંત ભારે વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે
દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી અને નવસારી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે;  સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જેમ કે રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ જેવા ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે;  સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે મોરબી અને ભાવનગર ખાતે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે તેમ હવામાન ખાતાની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે

(8:28 pm IST)