ગુજરાત
News of Monday, 8th August 2022

*"શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળામાં હરિને હૈયાનાં હેતથી ઝુલાવવાનો હિંડોળા ઉત્સવ તથા ચાતુર્માસ કથા*

*શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળામાં શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથા...*

વિધ વિધ શણગારેલાં હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાનાં કીર્તનો ગવાતાં હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય છે

અષાઢ અને શ્રાવણ એ બે માસ એટલે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવાના માસ. દર વર્ષે અષાઢ- શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવાનો અણમોલ સુઅવસર. ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવાં, એમને જમાડવા- પોઢાડવા અને એમને ઝુલાવવા. હિંડોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઊર્મિઓ ઠાલવે છે. કળા અને કસબ, ધન અને શ્રમ એમાં સીંચે છે. હૃદય આનંદથી વિભોર બની જાય છે.

આ દિવસો દરમિયાન મંદિરોમાં વિધવિધ હિંડોળા તૈયાર કરવામાં આવે છે. ભગવાનના હિંડોળાને ફૂલોથી, સુકામેવાથી, ફ્રૂટથી, પવિત્રાંથી, રાખડીઓથી, મીણબત્તી, પેન, કોડી, શૃંખલા, છીપલાં, મોરપીંછ, સિક્કાઓથી, અગરબત્તી, આદિથી શણગારવામાં આવે છે. 

 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, જીવનપ્રાણ સ્વામીબાપા તથા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને આ વર્ષે હિંડોળા પર્વમાં પ્રેમથી અને ભક્તિભાવથી ઝુલાવીએ અને તે હિંડોળાની સેવામાં તન, મન અને ધનથી સેવા કરીને પ્રસન્ન કરીએ.

હિંડોળા ઉત્સવ પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતો- ભકતોએ 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત

શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળામાં "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" ઉપક્રમે

હિંડોળા સજાવ્યાં છે. જેનાં દર્શનથી હજારો ભાવિકો કૃતાર્થ થયા છે.

વળી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત દેવભાષા - સંસ્કૃતમાં "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર" ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથા - જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાનાં અનેકવિધ દિવ્ય ચરિત્રો છે. જેનું રસપાન સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું. 

 શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજના મહંત શ્રી મહામુનિશ્વરદાસજી સ્વામી, સંગીતજ્ઞ શ્રી ધર્મતનયદાસજી સ્વામી, દિલ્હીના મહંત શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, વડોદરાના મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, ખેડાના મહંત શ્રી નિર્માનપ્રિયદાસજી સ્વામી, બાવળાના મહંત શ્રી સર્વાત્મપ્રિયદાસજી સ્વામી, શ્રી અનાદિપુરુષદાસજી સ્વામી, શ્રી ત્યાગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

(1:31 pm IST)