ગુજરાત
News of Monday, 8th August 2022

'ટ્રાઇબલ એડવાયઝરી કમિટી'ના અધ્યક્ષ તરીકે માત્ર આદિવાસીની જ નિમણુંક કરવામાં આવશે : દિલ્હીની જેમ દરેક આદિવાસી ગામમાં ઉત્તમ શાળાઓ બનાવીશું : અરવિંદ કેજરીવાલ

વડોદરામાં અરવિંદ કેજરીવાલજી એ આદિવાસી સમાજ માટે કેટલીક મહત્વની જાહેરાતોની ઘોષણાઓ વિશે મીડિયાને જાણકારી આપી

રાજકોટ, તા.૮ :  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી તેમના ૨ દિવસીય ગુજરાત પ્રવાસ માટે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત પાર્ટી ના ઘણા નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલ જી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

જે બાદ અરવિંદ કેજરીવાલ જી એ જામનગરમાં વેપારીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાં અરવિંદ કેજરીવાલે વેપારીઓને ૫ વચનો આપ્યા હતા. ડર નો માહોલ ખતમ કરી દઈશું, વ્યાપારી ને તે ઈજજત આપીશું, રેડ રાજ બંધ કરશું અને ભ્રષ્ટાચાર થી મુકિત આપીશું, સ્ખ્વ્ ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા ૬ મહિના માં ચુકતે કરી દઈશું અને ઞ્લ્વ્ ને સરળ બનાવશું અને એક એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેમાં વ્યાપારીઓને પાર્ટનરશીપ આપવામાં આવશે, દરેક સેકટર થી એક પ્રતિનિધિ ઉભો કરવામાં આવશે જે વ્યાપારીઓની દરેક સમસ્યા અને સુજાવ સરકાર સામે રજૂ કરશે અને સરકાર તરફથી તે પ્રમાણે વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ સંવાદ બાદ અરવિંદ કેજરીવાલજી જામનગર થી નીકળીને વડોદરા પહોંચ્યા હતા.

વડોદરામાં અરવિંદ કેજરીવાલ જી એ આદિવાસી સમાજ માટે કેટલીક મહત્વની જાહેરાતોની ઘોષણાઓ વિશે મીડિયા ને  જાણકારી આપતા કહ્યું કે, અત્યાર સુધી ગુજરાત ની જનતા તરફ થી જેટલો પણ પ્રેમ મળ્યો હું તેનો આભારી છું. આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભકિત ધરાવનાર પાર્ટી છે. અમને ઝગડો કરતા કે વાણીવિલાસ કરતા નથી આવડતું. અમે લોકો ના મુદ્દાઓ પર રાજનીતિ કરીએ છીએ. આમ આદમી પાર્ટી એ એવી પહેલી પાર્ટી છે જે ચૂંટણી સમયે પણ લોકોના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે, અને એવા મુદ્દા જે આજ સુધી ૭૫ વર્ષના આઝાદ ભારતના ઈતિહાસ માં કોઈએ નથી ઉઠાવ્યા. સ્કૂલ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, રોડ રસ્તા તેના પર આજ સુધી કોઈ પાર્ટી એ વાત નથી કરી.

અરવિંદ કેજરીવાલ જી એ આગળ કહ્યું કે, આજે મને અત્યંત ખુશી છે કે અમે આદિવાસી સમાજ માટે ગેરંટી આપવા જઈ રહ્યા છીએ. ૭૫ વર્ષ થઇ ગયા છે ભારતને આઝાદ થયે, છતાંય આદિવાસી સમાજ પછાત જ રહી ગયું. બધાએ મળીને તેમનું ફકત શોષણ જ કર્યું છે. આદિવાસી સમાજ ની સંસ્કૃતિ અલગ છે, તેમના રીતિરિવાજ અલગ છે, અને તે બીજા બધા સમાજ કરતા વધારે પછાત રહી ગયા છે, એટલે આદિવાસી સમાજ માટે આપણા બંધારણ માં અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ એક પણ સરકાર તે વ્યવસ્થાઓ લાગુ કરવા તૈયાર નથી, બધાની નજર તેમની જમીન, તેમના જંગલો, તેમનું પાણી તે બધા પર જ રહે છે કે કેવી રીતે તે તેણે લૂંટી લે. એટલે જ્યારે અમારી સરકાર બનશે તેમાં આદિવાસીઓ માટે અમારી પહેલી ગેરંટી છે કે, બંધારણ ના પાંચમા શેડ્યુલ માં આદિવાસીઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે, તે સંપૂર્ણ વ્યવસ્થા ને લાગુ કરવામાં આવશે. 'પેશા કાનૂન' જેમાં ગ્રામસભાની જોગવાઈ છે, કે ગ્રામસભા ની મરજી વગર કંઈ કરી શકાશે નહિ તેને કડકાઈ રૃપે લાગુ કરવામાં આવશે. અને 'ટ્રાઈબલ એડવાયસરી કમિટી' છે તેનું કામ છે કે, આદિવાસી સમાજ માં કેવા પ્રકાર ના વિકાસ ની જરૃર છે, તેમના માટે જે ફંડ આવે છે તેને કેવી રીતે વાપરવામાં આવે તે બધું નિષ્પક્ષ રૃપે જોવામાં આવે અને કાયદા પ્રમાણે તે 'ટ્રાઈબલ એડવાયસરી કમિટી' નું ચેરમેન કોઈ ટ્રાઈબલ જ હશે એવું નક્કી કરેલ છે, પરંતુ ગુજરાતમાં 'ટ્રાઈબલ એડવાયસરી કમિટી' ના ચેરમેન મુખ્યમંત્રી ને બનાવવામાં આવ્યા છે, તેને બદલવામાં આવશે અને તે 'ટ્રાઈબલ એડવાયસરી કમિટી' ના ચેરમેન કોઈ ટ્રાઈબલ ને જ બનાવવામાં આવશે.

આજે આદિવાસી સમાજ એટલો પછાત એટલે રહી ગયો છે કેમ કે, શિક્ષણનો અભાવ છે. ગરીબ લોકો પોતાના બાળકોને ભણવા માટે સરકારી શાળામાં મોકલે છે, પરંતુ સરકારી શાળાઓ સારી છે નહિ, અને છે તો તૂટેલી પડી છે, ભણતર થતું નથી, એટલે આદિવસી સમાજ ના બાળકો ગરીબ રહી જાય છે, પછાત રહી જાય છે. દિલ્હી માં અમે શાનદાર સરકારી સ્કૂલો બનાવી છે, એટલે હું આદિવાસી સમાજ ના લોકો ને આશ્વાસન આપવા માંગુ છું કે, જેમ અમે દિલ્હી ની સ્કૂલો સારી કરી છે એમ દરેક આદિવાસી ગામમાં સારી સ્કૂલો બનાવીશું.

જો તમે તમારા બેંકમાંથી લીધેલી લોન ના ભરો તો શું સરકાર તમને બચાવે છે ? પણ આ લોકો એ તેમના મિત્રો નું ૧૧ લાખ કરોડ રૃપિયાનું દેવું માફ કરી દીધું છે, અને હવે તે હજી વધારે દેવું માફ કરવા ઈચ્છે છે એટલે તેઓ કહે છે કે, શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી જેવી સુવિધાઓ મફત ના હોવી જોઈએ. હું આજે અહીંથી દેશના લોકો ને પૂછવા માગું છું કે, ફ્રી શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવું સાચું છે કે મિત્રોનું દેવું માફ કરવું સાચું છે? એક તપાસ થવી જોઈએ કે જેટલા પણ લોકો નું દેવું માફ થયું છે, તેમણે પાર્ટી માં કેટલું ફંડ આપ્યું છે? તેમણે કંઈ કર્યું છે કે ફકત એમ જ દેવું માફ કરી દેવામાં આવ્યું છે. કોઈ પાર્ટી કે નેતા થી મારો વિરોધ નથી, હું જનતા માટે કામ કરું છું. આપણે એક બીજાથી હંમેશા શીખવું જોઈએ, તો જ દેશ આગળ વધશે, એકબીજા સાથે લડવાથી નહિ.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સ માં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી સહીત ગ્વ્ભ્ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવા,આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ હાજર રહ્યા હતા.

(1:19 pm IST)