વિસાલખાડી ગેસ્ટ હાઉસ પાછળથી રૂ.91.250 નાં જુગારના મુદ્દામાલ સાથે 5 સામે ગુનો દાખલ કરતી જિલ્લા LCB
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વિશાલખાડી ગામના ગેસ્ટ હાઉસની ઓફિસ પાછળ જુગાર બાબતે એલસીબીએ રેડ કરી મુદ્દામાલ સાથે પાચ શકશો સામે ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી મુજબ જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે વિસાલખાડી ગેસ્ટ હાઉસ ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાં દિલીપભાઇ એળકીયાભાઇ વસાવા( રહે , ખુંટાબા તા , નાંદોદ જી.નર્મદા),છત્રસીંગ જગભાઇ વસાવા (રહે.પલસી તા, નાંદોદ જી.નર્મદા) અરવિંદભાઇ જેરામભાઇ વસાવા (રહે,યાલ ગામ તા. નેત્રંગ જી.ભરૂચ),વિપુલભાઇ રામસીંગભાઇ વસાવા( રહે . યાલ ગામ ના નેત્રંગ જી.ભરૂચ )તેમજ સંદિપભાઇ ગોપાલ ભાઇ વસાવા (રહે , કુમસગામ તા.નાંદોદ જી.નર્મદા)નો હારજીતનો જુગાર રમી રમાડતા પકડાઇ જતા તેમની અંગ ઝડતી માંથી રોકડા રૂ.૧૫,૦૫૦-તથા દાવ ઉપરના ૨,૨૦૦ મળી જુગારના રોકડા કુલ રૂ .૧૭,૨૫૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૪ કિ.રૂ .૧૪,૦૦૦ તથા મોટર સાઇકલ નંગ ૨ કિ.રૂ.૬૦,૦૦૦ મળી કુલ્લ કિ.રૂ .૯૧,૨૫૦ ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.