ગુજરાત
News of Monday, 8th August 2022

નાના વિરપોર ગામના શખ્સને ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા ડબલ કરવાની લાલચે બે લાખ રૂપિયા પડાવી લેતા ચાર શખ્શો સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાના વિરપોર ગામના એક વ્યક્તિને ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરાવી લાખો રૂપિયાની છેતપીંડી કરનાર ચાર શખ્સો સામે રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર નાના વિરપોર ગામે રહેતા મનોજ કુમાર પ્રતાપસિંહ વસાવાની ફરિયાદ મુજબ ( ૧ ) વેગેન્દ્ર ભાઈ ચૈતરભાઈ વસાવા (રહે.ઢોલાર તા.નાદોદ જી.નર્મદા) (ર ) પ્રવિણભાઈ ઉક્કડભાઇ તડવી( રહે. સાંઢીયા તા. ગરૂડેશ્વર જી.નર્મદા) ( ૩ ) પંકજસિંહ ભારતસિંહ ટગરીયા (રહે.નયાગાવ જાગીર તા.મેઘનગર ઝોબ્રુઆ )( ૪ ) રાથી ડાવર( રહે ઝોઝીટીયા તા.બદનાવર) નાઓએ એકબીજા ના મેળાપીપણામાં પોતાના આર્થિક લાભ માટે શિવાય એગ્રો પ્રોડક્ટ કંપની લિમિટેડ જે મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનમાં આવેલ હોવાની અને કંપની એગ્રીકલ્ચર અને ડેરીમાં રોકાણ કરી તેમાંથી પ્રોફિટ મેળવતી હોવાનું અને કંપની રીકરીંગ તેમજ ફિક્સ ડીપોઝીટ સામે ખુબ સારી બચત યોજનાઓ છે જેમાં ફિક્સ ડીપોઝીટ ઉપર ૬ વર્ષે ડબલ તથા ૯ વર્ષે ત્રણ ગણા આપતી હોય રૂપિયા ન જોયતા હોય તો કંપની રૂપિયાની જગ્યાએ જમીન આપશે અને રોકેલા રૂપિયા કંપનીમાંથી ઉપાડો ત્યારે તેના અમુક ટકા ચાર્જ કપાઇને વ્યાજ સહીત તમારા રૂપિયા પરત આપતી હોવાની આકર્ષક અને લોભામણી વાતો કરી વિશ્વાસમાં લેતા મનોજભાઈ એ ૫૦,૦૦૦ ની ચાર એફ. ડી.કરી જેમાં કુલ રૂપિયા ૨,૦૦૦૦૦ ભરી પાકતી મુદતે નવા વર્ષે રૂ.૬,૦૦૦૦૦ મળતા હોય મનોજભાઈ ને રોકડ રકમ આપી પરંતુ મનોજભાઈને નાણાની જરૂરીયાત ઉભી થતા એફ.ડી.ના નાણા પરત આપવા માટે વેગેન્દ્ર વસાવાને અવાર નવાર વાત કરતા ખોટા દિલાશા આપી આજદીન સુધી નાણા કે કંપનીના પ્લાન મુજબ વ્યાજની રકમ નહિ આપી મનોજભાઈ સાથે આ ચારેય એ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો છે.

 

(10:09 pm IST)