ગુજરાત
News of Monday, 8th August 2022

વડીયા જકાતનાકા સર્કિટ હાઉસનાં કર્મચારીએ મહિલા નાયબ કલેકટર સાથે કરેલી કરતૂત બાબતે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા એક મહિલા અધિકારી સાથે અસભ્ય વર્તન કરતા વડીયા જકાતનાકા સર્કિટ હાઉસનાં કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે

મળતી વિગતો અનુસાર વડીયા જકાતનાકા પાસે આવેલા સર્કિટ હાઉસમાં રોકાયેલા એક મહિલા નાયબ કલેકટરએ આપેલી ફરિયાદ મુજબ સર્કિટ હાઉસનો કર્મચારી અભિષેક નરેન્દ્રભાઇ વાલ્મીકિ(રહે. વાવડી તા.નાંદોદ. જી.નર્મદા )નાઓ જયારથી મહિલા નાયબ કલેકટર રહેતા આવેલ ત્યારથી તેનું વર્તન યોગ્ય જણાતુ ન હોતુ અને હાલમાં બાથરૂમમાં માં તુટી ગયેલ કાચમાથી આ કર્મચારી ગંદી નજર રાખતી હોય કાચ પર પેપર લગાડી બંધ કરવા છતાં આ પેપર દરરોજ કોઈ કાઢી નાખતું હતું અને હાલમાં અભિષેક વાલ્મીકિએ સ્નાન કરવા ગયેલા મહિલા નાયબ કલેકટરને બાથરૂમની બારીના તૂટેલા કાચમાંથી નજર રાખતો હોવાથી એક મહિલાના સ્વમાનનો સવાલ ઊભો થતાં આખરે આ મહિલા અધિકારીએ આ બાબતે રાજપીપળા પોલીસ મથકે સર્કિટ હાઉસનાં કર્મચારી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 

(9:44 am IST)