ગુજરાત
News of Monday, 8th August 2022

સુરતમાં એક રાખડી લોકોનું આકર્ષણનું કેન્દ્દ્ર બની :કિંમત અધધ..રૂપિયા 5 લાખ

દુકાનમાં સોના, ચાંદી, પ્લેટિનમથી લઈને હીરા જડેલી તમામ પ્રકારની રાખડીઓ મળી રહેશે

સુરત : ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે જેને પગલે બજારમાં અવનવી રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે. ત્યારે ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં એક રાખડી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ રાખડીની કિંમત અધધ..રૂપિયા 5 લાખ છે.

સુરતની દુકાનમાં દેશની સૌથી મોંઘી રાખડી તૈયાર કરવામાં આવી છે. આ દુકાનમાં સોના, ચાંદી, પ્લેટિનમથી લઈને હીરા જડેલી તમામ પ્રકારની રાખડીઓ મળી રહે છે અને લોકો આ રાખડીઓની સુંદરતા અને ડિઝાઇનના વખાણ કરી રહ્યા છે.

આ દુકાનમાં એક રાખડી છે, જે અત્યાર સુધીની સૌથી મોંઘી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ રાખડીની કિંમત 5 લાખ રૂપિયા છે. રાખડીની કિંમત સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ આ સત્ય છે. અગાઉ, રક્ષાબંધનના તહેવાર પર બહેન તેમના ભાઈઓના કાંડા પર રેશમના દોરાની રાખડી બાંધતી હતી, જો કે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથા હજી સમાપ્ત થઈ નથી. પરંતુ શહેરી વિસ્તારોમાં બદલાતા સમયના કારણે રાખડીઓની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.

 

 

(9:50 pm IST)