ગુજરાત
News of Wednesday, 8th August 2018

આ તે કેવું શિક્ષણ ! અમદાવાદની પોલિટેક્નીક કોલેજમાં પોર્નસ્‍ટાસર્સના વાહિયાત ઉદાહરણથી વિદ્યાર્થીનીઓ ક્ષોભજનક સ્‍થિતિમાં મુકાઇ ગઇઃ જીટીયુમાં ફરિયાદ કરવા તજવીજ

અમદાવાદઃ અમદાવાદ પોલિટેક્નિક કોલેજમાં 19મી જુલાઈના રોજ એથિકલ હેકિંગ પર એક વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી.

આ વ્યાખ્યાન દરમિયાન સાયબર એક્સપર્ટ સની વાઘેલાએ હેકિંગના પાઠમાં સની લિયોની અને સવિતા ભાભીના ઉદાહરણ આપ્યા હતા. પોર્ન સ્ટાર્સના આવા વાહિયાત ઉદાહરણથી વિદ્યાર્થિનીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને કોલેજમાં જ બૂમાબૂમ કરી મૂકી હતી.

એક્સપર્ટ દ્વારા પોર્ન સ્ટારના આવા ઉદાહરણથી વિદ્યાર્થિનીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ આ સમગ્ર મામલો જીટીયુમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.

(7:14 pm IST)