ગુજરાત
News of Wednesday, 8th July 2020

સુરતમાં એક સાથે 11 ડૉક્ટર્સને કોરોના પોઝીટીવ : ભાજપના ધારાસભ્ય ઝાલાવડીયા પણ ઝપટે ચડ્યા

ડોક્ટર સહીત બે નર્સ અને કામરેજ પ્રાઈમરી હેલ્થ સેન્ટરના ફાર્માસીસ્ટ પોઝીટીવ

સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લગભગ 11 જેટલાં ડૉક્ટર્સ કોરોના પોઝિટિવ થયાં છે. જ્યારે આજે આવેલા 204 કેસમાં ડૉક્ટર્સ સહિત 2 નર્સ, કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા અને કામરેજ પ્રાઈમરી હેલ્થ સેન્ટરના ફાર્માસીસ્ટ પણ કોરોના પોઝિટિવ થયાના સમાચાર છે

  અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં આજે મંગળવારે શહેર (204) અને ગ્રામ્ય (45) એમ મળીને કુલ 249 કેસ આવ્યાં હતાં. આંકડો સુરતમાં સતત સાતમા દિવસે 200થી વધુ કેસ નોંધાવનારો હતો

(9:05 am IST)