અમદાવાદમાં ગર્ભવતી મહિલાને બંધક બનાવી 4 લાખની લૂંટ કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઉત્તરાખંડથી ઝડપાયો
ટોળકીએ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, યુપી, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાત રાજયમાં લૂંટ કરીને આંતક મચાવ્યો
અમદાવાદના ચાંદખેડામાં ગર્ભવતી મહિલાને બંધક બનાવીને 4 લાખની લૂંટ કરનાર આતંરરાજય ટોળકીના મુખ્ય સૂત્રધારની ક્રાઈમ બ્રાંચે ઉત્તરાખંડથી ધરપકડ કરી છે.
આ ટોળકીએ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, યુપી, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાત રાજયમાં લૂંટ કરીને આંતક મચાવ્યો હતો . ક્રાઈમ બ્રાંચે હાલ એક આરોપીને ઝડપી આ ટોળકીના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ઝડપાયેલ શખ્સનું નામ રણજીત સિંહ ઉર્ફે રાણા ગોરાયા છે આ શખ્સ હાઈસ્પીડ બાઈક ચલાવીને ધોળા દિવસે લૂંટ કરી ફરાર થઈ જાય છે.
અમદાવાદના ચાંદખેડામા આવેલા સુભાષનગરમા આરોપી રણજીત અને તેના 3 સાગરીતો ઘરમા ઘુસ્યાં અને એક ગર્ભવતી મહિલાને છરીની અણીએ બંધક બનાવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ 4 લાખની લૂંટ ચલાવ હતી
આ દરમ્યાન પરણિતાનો દિયર આવી જતા તેની પર લૂંટારા હુમલો કરી ફરાર થઈ ગયા. બાદમાં આ ટોળકીને પકડવા ક્રાઈમ બ્રાંચે એક ટીમની રચના કરી. ત્યારે બાઈકના સીસીટીવી ફુટેજથી ક્રાઈમ બ્રાંચ આરોપી રણજીત સુધી પહોંચી અને ઉત્તરાખંડના રૂષિકેશથી ધરપકડ કરી છે.