ગુજરાત
News of Saturday, 8th June 2019

મોડાસાની નીલકંઠ સોસાયટીમાં ગેસ પાઇપ લાઇનના કામથી પાણીની પાઇપ લાઇન તૂટી;રહીશો પાણીથી વંચિત ;ભારે રોષ

ડાસામાં હાલ ઘેર પાઇપ લાઇનથી ગેસ આપવાની યોજના છે જે અંતર્ગત સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા પાઇપ લાઇન નાંખવાનું કાર્ય ચાલી રહ્યું છે.લોકોને ઘેર પાઇપલાઇનથી ગેસ મળે તે સારી બાબત છે પણ જે રીતે ખોદકામની કામગીરી થઇ રહી છે, જેને કારણે પાણીની પાઇપ લાઇન તૂટવાની ઘટનાઓ બનતા કોન્ટ્રાક્ટરની બેદરકારીના ભોગે નગરજનો પાણી વિના ટળવળવા નો વારો આવતા શહેરમાં આડેધડ ખોદકામ કરતા કોન્ટ્રાક્ટરો સામે નગરપાલિકા તંત્રએ શખ્ત કાર્યવાહી કરવી જોઈએની માંગ પ્રબળ બની છે

લોકસભાની ચૂંટણી પુરી થતા આચારસંહિતા હટતા મોડાસા શહેરમાં વિકાસના કર્યો ધમધમી રહ્યા છે વિકાસના કામોમાં શહેરમાં કોન્ટ્રાક્ટરો પણ ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવા માંગતા હોવાથી આડેધડ ખોદકામ કરી રહ્યા છે વિકાસના કામો હાલ તો શહેરીજનો માટે બાધારૂપ બની રહ્યા છે એકબાજુ પાણીની તંગી છે ત્યારે પીવાના પાણીની પાઈપલાઈન માં વારંવાર ભંગાણ સર્જાતા હજ્જારો લીટર પાણી વેડફાવાની ઘટનાઓ સામાન્ય બની હોય પાણી વગર પ્રજાજનો તરસી રહ્યા છે

મોડાસાના ડીપ વિસ્તારોની સોસાયટીઓમાં હાલ ગેસ પાઇપ લાઇન નાખવાનુ કામ ચાલી રહી છે ત્યારે મોડી સાંજે શહેરની નીલકંઠ સોસાયટીમાં કામકાજ દરમિયાન પાણીની પાઇપ લાઇન તૂટી જવાથી પાણી રોડ પર વહી ગયું હતું. સોસાયટીના ડાબી બાજુની પાઇપ તૂટવાથી પાણી વગર ટળવળતા રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો

(9:18 pm IST)