ગુજરાત
News of Saturday, 8th June 2019

ખેડા જિલ્લામાં મારામારીના જુદા જુદા ચાર બનાવમાં 6 શખ્સોને ગંભીર ઇજા

ખેડા: જિલ્લાના હરીયાળા, ટુંડેલ, રતનપુરા અને આગરવા ગામમાં મારામારીના બનેલા જુદા-જુદા ચાર બનાવોમાં કુલ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની ફરીયાદ જે તે પોલીસ મથકોમાં નોંધાતા પોલીસે કુલ ૧૨ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે

અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના હરીયાળા તાબે ગાંધીપુરા ગામમાં રહેતાં કાળુભાઈ વાઘજીભાઈ ચૌહાણને એક વર્ષ અગાઉ રૂપિયાની જરૂર પડતાં તેઓએ પોતાના ભાગની અડધા વીઘા જેટલી જમીન તેમના ભાઈ ખુમાનસિંહ વાઘજીભાઈ ચૌહાણને એક વર્ષ માટે ખેડવા આપી હતી. વાતને એક વર્ષ જેટલો સમય વિતી ગયા બાદ ગતરોજ સવારના સમયે ખુમાનસિંહ તેમના ભાઈની જમીનમાં પાળ બાંધવા આવ્યાં હતાં. જેથી લાકડાં કાપતાં કાળુભાઈએ એક વર્ષ વીતી ગયા બાદ પણ મારી જમીન પર કેમ પાળ બાંધે છે તેમ કહી તેમના ભાઈ ખુમાનસિંહને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા ખુમાનસિંહે તેમના સગાભાઈ કાળુભાઈ પર ધારીયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી

(5:35 pm IST)