ગુજરાત
News of Saturday, 8th June 2019

મહેસાણાના અંબાસણ ગામે કોર્ટની મુદતમાં હાજર ન રહેતા ઠપકો આપવાની અદાવતમાં યુવક પર તીક્ષણ હથિયારથી હુમલો

મહેસાણા: તાલુકાના અંબાસણ ગામમાં શુક્રવારના રોજ કોર્ટની મુદતમાં હાજર હોવાનો ઠપકો આપવા બાબતે બોલાચાલીની અદાવતમાં યુવક ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવતા યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર મહેસામા તાલુકાના ભાસરીયા ગામના પરમાર મનિષભાઈ કાન્તિભાઈ તેમજ અંબાસણના પરમાર કૌશિકભાઈ જયંતિભાઈને અગાઉ કોઈ ગુનામાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટની મુદત દરમિયાન કૌશિક દ્વારા આરોપીને ઠપકો આપવામાં આવેલ કે તું કેસની મુદતે હાજર રહેતો હોઈ અમારે તારા કારણે વારંવાર કોર્ટમાં જવું પડે છે. તેમજ કેસ પુરો થતો નથી. આમ ઠપકાની બોલાચાલીની અદાવતના કારણે બે યુવકો વચ્ચે શુક્રવારના રોજ બોલાચાલી થતા આરોપી દ્વારા કૌશિક ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ઘવાયેલ કૌશિકનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. જે અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પરમાર ત્રિકમભાઈ તુલસીભાઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:33 pm IST)