ગુજરાત
News of Saturday, 8th June 2019

સુરત: ગજેરા સર્કલ નજીક જવેલર્સના કર્મચારીનું બાઈક આંતરી તસ્કરોએ રોકડ સહીત દાગીનાની ચોરી કરી

સુરત:જ્વેલર્સને ત્યાં નોકરી કરતા શાહપોરના યુવાનનું ગજેરા સર્કલ પાસેથી તેના મોપેડ સાથે અપહરણ કરી ફુલપાડા બીઆરટીએસ બસ સ્ટેશન નજીક લઈ જઈ રોકડા રૂ.૮૦૦૦ અને મંગળસૂત્રની ચાર અજાણ્યા લૂંટ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. અંગે યુવાને કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છટકું ગોઠવી મંગળસૂત્ર પરત લેવા રૂ.૧૫,૦૦૦ આપવાના બહાને બે લુંટારૂને બોલાવી તેમને ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાનો વતની અને સુરતમાં શાહપોર ચિંતામણી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૪ માં રહેતો ૩૩ વર્ષીય દક્ષેશ સુરેશભાઈ શાહ કતારગામ ગજેરા સર્કલ જાહેર શૌચાલય પાસે ગત બુધવારે મોડી રાત્રે પોતાના મોપેડ સાથે ઉભો હતો ત્યારે ચાર અજાણ્યાએ તેનું તેના મોપેડ ઉપર અપહરણ કર્યું હતું અને ફુલપાડા બીઆરટીએસ બસ સ્ટેશન નજીક એક જૂના બિલ્ડિંગના પાકગમાં લઈ ગયા હતા અને રોકડા રૂ.૮૦૦૦ તેમજ એક તોલાનું સોનાનું મંગળસૂત્ર લૂંટી ફરાર થઈ ગયા હતા.

(5:30 pm IST)