ગુજરાત
News of Saturday, 8th June 2019

વડોદરાના બિલ ગામ નજીક ટ્યુશન ક્લાસીસના નામે વિદ્યાર્થિનીનું અપહરણ કરનાર દંપતી વિરુદ્ધ ફરિયાદ

વડોદરા:બીલ ગામ નજીક ઓમ સાંઈ કલાસિસના નામથી ટયુશન ચલાવતા દંપતી ધો.૧૨ની વિદ્યાર્થિનીને અંબાજી દર્શન કરવા માટે જવાનું કહીને પરિવાર પાસેથી લઈ ગયા હતા. પરંતુ છેલ્લા નવ દિવસથી ત્રણેયનો કોઈ પતો નહી લાગતા ટયુશન સંચાલક દંપતી સામે અપહરણ ગુનો નોંધાયો છે.

અંગેની વિગત એવી છે કે બીલ ગામની નજીકનો આવેલ જશ પેકેજીંગ કંપની પાછળ અર્હમ બંગ્લોઝમાં રહેતા કલ્પેશભાઈ ઉમેશભાઈ પટેલ ધો. થી ૧૨ના સ્ટુડન્ટસ માટે ઓમ સાંઈ કલાસીસના નામે ટયુશન ચલાવે છે. તેમના પત્ની કવિતાબેન પણ કલાસ ચલાવે છેટયુશન કલાસમાં ૧૬ વર્ષની વિદ્યાર્થિની પણ જતી હતી. વિદ્યાર્થિનીના ઘરે ટયુશન  સંચાલક  દંપતી અવારનવાર આવતાં જતા હોઈ પરિવાર પણ તેમનાથી પરિચિત હતો.

(5:30 pm IST)