ગુજરાત
News of Saturday, 8th June 2019

અમદાવાદમાં છેલ્લા બે મહિનાની અંદર પોલીસે એરપોર્ટ પરથી કુલ મળીને 41 કિલો સોનુ ઝડપ્યું

અમદાવાદ: કસ્ટમ્સના અધિકારીઓએ છેલ્લા બે મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ મળીને ૪૧ કિલો સોનું પકડી પાડયું છે. જેનું કુલ મૂલ્ય રૃા. ૧૨.૦૮ કરોડ થવા જાય છે. ૨૦૧૮-૧૯ના આખા વર્ષ દરમિયાન સોનાની દાણચોરીના ૧૧૬ કેસ પકડીને અમદાવાદ કસ્ટમ્સના સત્તાવાળાઓએ કુલ રૃા. ૨૧.૮૫ કરોડના સોનાની દાણચોરી પકડી પાડી હતી.

એપ્રિલ ૨૦૧૯થી ત્રીજી જૂન ૨૦૧૯ સુધીના બે મહિનાના ગાળામાં અમદાવાદ એરપોર્ટ કસ્ટમ્સના અધિકારીઓએ સોનાની દાણચોરીના અલગ અલગ ૩૨ કેસમાં ૧૩ દાણચોરી કરનારાઓની ધરપકડ પણ કરી છે. ૨૦૧૮-૧૯ના નાણઆંકીય વર્ષમાં ૧૧૬ કેસમાં તેમણે કુલ મળીને ૩૮ જણની ધરપકડ કરી હતી.

(5:27 pm IST)