ગુજરાત
News of Saturday, 8th June 2019

ગુજરાતના ખોરાક ઔષધ નિયમન તંત્રને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

રાજકોટ : ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તા. ૧ એપ્રિલ ર૦૧૮ થી ૩૧ માર્ચ ર૦૧૯ સુધીની સ્ટેટ ફુડ સેફટી ઇન્ડેક્ષને લગતી કામગીરીના મુલ્યાંકનના આધારે રાષ્ટ્રીય કક્ષાનું સન્માન પ્રમાણ પત્ર આપવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે ગઇકાલે વર્લ્ડ ફુડ સેફટી ડેની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, રાજય કક્ષાના મંત્રી અશ્વિનીકુમાર ચોબે તથા સી. ઇ. ઓ. પવન અગ્રવાલના હસ્તે રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. હેમંત કોશિયાએ તેનો સ્વીકાર કરેલ તે પ્રસંગની તસ્વીર.

(1:33 pm IST)