ગુજરાત
News of Saturday, 8th June 2019

વીજળી માંગ ૨૦૪૦ સુધી ત્રણ ગણી થવાની સંભાવના

મુન્દ્રામાં ૩,૩૭૨ લોકોને તાલીમ અપાઈ છે : ઝડપી વૃદ્ધિનું વ્યવસ્થાપન કરવા તેમજ એને ઝડપથી પૂર્ણ કરવા વીજળી અન્ય ક્ષેત્રોને તૈયાર કુશળ વર્કફોર્સની જરૂર

અમદાવાદ,તા.૭ : ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (ટીપીએસડીઆઇ)ટાટા પાવરની કામગીરીનાં ક્ષેત્રોમાં અને એની આસપાસ વસતાં સમુદાયોમાં વસતાં લોકોને ઉદ્યોગ માટે, ખાસ કરીને વીજ અને આનુષંગિક ક્ષેત્રોમાં જરૂરી કુશળતા સાથે લોકોને સક્ષમ બનાવવા અને રોજગારદક્ષતા વધારવા પ્રયાસરત છે. ટીપીએસડીઆઇ એ ભારતભરમાં પાંચ સ્કિલિંગ હબ ધરાવે છે. એનું એક કેન્દ્ર ગુજરાતમાં મુન્દ્રામાં છે, જેમાં ગયા નાણાકીય વર્ષમાં એપ્રિલ, ૨૦૧૮થી માર્ચ, ૨૦૧૯ સુધીમાં ૩૩૭૨ લોકોને સ્કિલ ડેવલપેન્ટની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગુજરાત સહિતના પાંચેય સ્કિલિંગ હબમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન ૧૧૯ અભ્યાસક્રમોમાં ૧૬,૪૮૩ લોકોને તાલીમ આપવામાં આવી છે એમ અત્રે ટીપીએસડીઆઇની ભૂમિકા અને વિઝન પર તેના વડા શ્રી જયવદન મિસ્ત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની વસતિ અને એની આકાંક્ષાઓ વિશાળ છે. ભારતમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે અને એની સાથે વીજળી માટેની માગમાં વધારો થઈ રહ્યો છે. એક ધારણા મુજબ, ભારતમાં વર્ષ ૨૦૪૦ સુધીમાં વીજળીની માગ વધીને હાલ કરતાં ત્રણ ગણી થઈ જશે. આ ઝડપી વૃદ્ધિનું વ્યવસ્થાપન કરવા અને એને ઝડપથી પૂર્ણ કરવા વીજળી અને આનુષંગિક ક્ષેત્રોને તૈયાર ઉપલબ્ધ કુશળ વર્કફોર્સની જરૂર પડશે. ટીપીએસડીઆઇની કૌશલ્ય આધારિત તાલીમનો ઉદ્દેશ આ માંગ પૂર્ણ કરવાનો છે. ભારત સરકારે પણ વર્ષ ૨૦૨૨ સુધીમાં સોલરમાંથી ૧૦૦ ગીગાવોટ અને પવન ઊર્જામાં ૬૦ ગીગાવોટની ક્ષમતા સ્થાપિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. પર્યાવરણને અનુકૂળ અને નવીનીકરણ ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારતને સૌર અને પવન ઊર્જાનાં ક્ષેત્રોમાં સારી રીતે તાલીમબદ્ધ વર્કફોર્સની જરૂર પડશે. સંસ્થા સૌર અને પવન ઊર્જામાં વિવિધ અભ્યાસક્રમો પણ ઓફર કરે છે, જે લોકોને રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં કામ કરવામાં કુશળ હશે. ટીપીએસડીઆઇ ટાટા પાવરનાં કર્મચારીઓને તાલીમ આપી છે, ટાટા ગ્રૂપમાં અન્ય સંસ્થાઓ એન્જિનીયરિંગ કોલેજોમાં શૈક્ષણિક જાણકારી અને ઉદ્યોગમાં માગ હોય એવી કુશળતાઓ વચ્ચે સેતરૂપ બનવા અભ્યાસક્રમો ઓફર કરે છે તેમજ બેરોજગાર યુવાનોને તાલીમ આપે છે. સંસ્થા માટે આ વિસ્તૃત કામગીરીનાં ભાગરૂપે ટીપીએસડીઆઇ-મુન્દ્રા ટાટા પાવરનાં ૩૧૫૦ કર્મચારીઓ તથા એન્જિનીયરિંગ અને ડિપ્લોમા કોલેજો અને આઇટીઆઈમાંથી ૨૧૮ યુવાનોને કૌશલ્ય પ્રદાન કર્યું છે. ટીપીએસડીઆઇની ભૂમિકા અને વિઝન પર તેના વડા શ્રી જયવદન મિસ્ત્રીએ ઉમેર્યું કે, ભારતની આર્થિક વૃદ્ધિ વીજ ક્ષેત્રની સતત વૃદ્ધિ સાથે સીધી જોડાયેલી છે. ટીપીએસડીઆઇ દ્વારા ટાટા પાવર વ્યક્તિઓને બજાર માટે જરૂરી અને રોજગારલક્ષી કુશળતાઓની સરળતાપૂર્વક સુલભ કરાવી સમુદાયમાં પોતાનું પ્રદાન કરવા ઇચ્છે છે. અમને વર્ષોથી ટીપીએસડીઆઇની પ્રગતિને લઈને ખુશી છે તથા અમે અમારાં પ્રયાસો જાળવી રાખીશું અને ભારતીય વીજ ક્ષેત્રમાં નોંધપાત્ર સારી કુશળતા ધરાવીત વર્કફોર્સને સુનિશ્ચિત કરવાનાં વિઝનને આગળ વધારીશું. ટીપીએસડીઆઇ મહારાષ્ટ્ર, ગુજરાત અને ઝારખંડમાં પાંચ ટ્રેનિંગ હબ ધરાવે છે, જેમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૧૯ અભ્યાસક્રમોમાં ૧૬,૪૮૩ લોકોને તાલીમ આપવામાં આવી છે.

ટીપીએસડીઆઇ એ એનાં લાયકાત ધરાવતાં ટ્રેઇનીમાંથી એનાં વિવિધ ૯૨ ટકા એમ્પ્લોયર્સ સાથે પ્લેસેમેન્ટની વ્યવસ્થા પણ કરી છે, જે સંસ્થાનાં ઉદ્યોગ માટે સજ્જ અને રોજગારદક્ષ કુશળતાનાં સંસ્થાનાં દાવાની પ્રસ્તુતતાનો પુરાવો છે.

(9:29 pm IST)