News of Friday, 8th June 2018
ધરમપુર નજીક 15 વર્ષીય કિશોરી સાથે યુવાને દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ
વલસાડ: ધરમપુર નજીકના એક ગામમાં રહેતી એક ૧૫ વર્ષિય કિશોરીને એક યુવાન અર્ધ બંધાયેલા મકાનમાં લઇ ગયો હતો. જ્યાં યુવાને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને પછી ફરાર થઇ ગયો હતો. જેનાથી હતપ્રત બનેલી કિશોરીએ સમગ્ર હકીકત એક દિવસ પછી કહેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ધરમપુર વિસ્તારની કિશોરીને અક્ષય નામનો એક યુવાન ગત ૪ તારીખે કોઇ વાત કહી ધરમપુરમાં અવાવરુ અર્ધ બંધાયેલા મકાનમાં લઇ ગયો હતો. જ્યાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થઇ ગયો હતો. કિશોરી ભટકી ભટકીને પોતાના ગામ નજીક પહોંચી હતી. ત્યાં તેની શોધખોળ કરી રહેલા તેના પિતા ત્યાં મળી ગયા હતા. તેને ઘરે લઇ ગયા બાદ કિશોરીએ માતાને સમગ્ર હકીકત જણાવી હતી.
(6:10 pm IST)