ગુજરાત
News of Friday, 8th June 2018

માંડવીના કેવડીમાં 9 વર્ષીય બાળકનું ડેમમાં ડૂબી જતા મોત

માંડવી:તાલુકાના કેવડી ગામે ડેમ પર આંબાપુર ગામનો ૯ વર્ષનો બાળક દાદા સાથે ઢોરને પાણી પીવડાવવા જતાં પાણીમાં રમતા આકસ્મિક રીતે ડૂબી ગયો હતો. માંડવીતાલુકાના આંબાપુર ગામે વનકુટિર ફળિયામાં રહેતા દેવજીભાઇ ભીલાભાઇ વસાવા ગતરોજ બપોરના સમયે ઢોર લઇને કેવડી ગામે આવેલા ડેમના પાણીમાં પાણી પીવડાવવા ગયો હતો. દેવજીભાઇ સાથે પૌત્ર અર્પિત વિનોદભાઇ વસાવા (ઉ.વ. ૯) પણ ડેમ પર ગયો હતો. અર્પિત ડેમના પાણીમાં રમવા ઉતરતા આકસ્મિક રીતે ડૂબી ગયો હતો. ડેમના પાણીમાં ડુબેલા અર્પિત વસાવાને બહાર કાઢી માંડવી પોલીસને જાણ કરતા પોલીસે દેવજીભાઇની ફરિયાદ લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

(6:10 pm IST)