ગુજરાત
News of Friday, 8th June 2018

વડોદરામાં આરટીઆઈ હેઠળ આવેલ 40 અરજીઓના દસ્તાવેજોની ચકાસણી

વડોદરા: આરટીઈ હેઠળ પ્રવેશ આપવાની કાર્યવાહી પુરી થઈ જાય તે પછી પ્રવેશ માટે આવેલી અરજીઓ પૈકી ૪૦ ટકા જેટલી અરજીઓ સાથેના દસ્તાવેજોનુ ચેકિંગ ડીઈઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે. ડીઈઓ કચેરીના અધિકારીઓને આશંકા છે કે આ વખતે પણ કેટલાક વાલીઓએ બોગસ દસ્તાવેજો રજૂ કરીને પ્રવેશ મેળવવા માટે અરજી કરી છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ બોગસ દસ્તાવેજો સાથે પ્રવેશના ૭૦ જેટલા કિસ્સા પકડાયા હતા. ડીઈઓ કચેરીના સૂત્રોનુ કહેવુ છે કે એક વખત આરટીઈ હેઠળની પ્રવેશ કાર્યવાહી પુરી થઈ જાય એ પછી પ્રવેશ માટે આવેલી અરજીઓ પૈકી ૪૦ ટકા અરજીઓ સાથે સંકળાયેલા દસ્તાવેજોનુ ચેકિંગ કરાશે.કારણકે વાલીઓ ઘણી વખત વધુ આવક ધરાવતા હોવા છતા આરટીઈ હેઠળના પ્રવેશ માટે ઓછી આવકના બોગસ દસ્તાવેજો રજૂ કરતા હોય છે.
 

(6:09 pm IST)