ગુજરાત
News of Friday, 8th June 2018

બનાસકાંઠાના દાંતીવાડામાં એસીબીને લાખોની રકમના કવર મળતા તપાસ હાથ ધરી

મહેસાણા: બનાસકાંઠાની દાંતીવાડા વન કચેરીમાંથી એસીબીને લાખોની રકમના કવર મળ્યા બાદ તપાસની દિશામાં વળાંક આવ્યો છે. કટકીની રકમ ભ્રષ્ટાચારથી મેળવી હોઈ જંગલ વિસ્તારમાં ચેકડેમ સહિતના રૃ.૮૪ લાખના કામો તપાસવા એસીબીની ટીમ જંગલ ખુંદી રહી છે. આ માટે એસીબીને સર્વેયર અને એન્જિનિયરો પણ ફાળવવામાં આવ્યા છે. દાંતીવાડા આરએફઓની લાંચ રૃશ્વત અંગેની ટ્રેપ દરમિયાન રૃ.૧૩ લાખની રકમના કચરો મળી આવ્યા બાદ એસીબી ઊંડાણમાં પહોંચી ગઈ છે. કવરોમાં મુકેલી રોકડ રકમ વન વિભાગ હેઠળની વિવિધ કામગીરીમાંથી ભ્રષ્ટાચાર કરી મેળવી હોવાનું ધ્યાને લઈ ક્રોસ ચેકીંગ શરૃ કરવામાં આવ્યું છે. દાંતીવાડામાં થયેલા વનીકરણ, પાળા, વાડ, ચેકડેમ, વનતળાવ સહિતના કામો શંકાસ્પદ હોવાનું પ્રાથમિક તબક્કે માની તપાસ કરવામાં આવી રહી છે.
 

(6:08 pm IST)