ગુજરાત
News of Friday, 8th June 2018

તારાપુરની મોટી ચોકડી નજીક ટેમ્પો પલટાતા દંપતીને ગંભીર ઇજા

તારાપુર:ની મોટી ચોકડી પાસે આજે વહેલી સવારના સુમારે મુળ વડોદરા જિલ્લાના મોટા કરાડા ગામના પરંતુ હાલમાં લોખંડના બનાવેલા સાધનો વેચવા માટે સોજીત્રા ખાતે રહેતા રાજેશભાઈ લુહાર તથા તેમની પત્ની આભલાબેન પોતાની ટેમ્પી નંબર જીજે-૦૬, એવાય-૦૯૫૬માં લોખંડના સાધનો વેચવા માટે કાઠીયાવાડ તરફ જતા હતા ત્યારે વહેલી સવારના વાગ્યાના સુમારે તારાપુર મોટી ચોકડી પાસે રોડની સાઈડમાં લેવા જતાં ટેમ્પી પલ્ટી ખાઈ જવા પામી હતી જેમાં દંપત્તિ ટેમ્પી નીચે દબાઈ જવા પામ્યા હતા. દરમ્યાન રાહદારીઓએ દોડી આવીને તેમને બહાર કાઢી સારવાર માટે હોસ્પીટલમાં લઈ ગયા હતા. અંગે પોલીસે ટેમ્પીના ચાલક હીરાભાઈ મુળજીભાઈ પરમાર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(6:07 pm IST)