ગુજરાત
News of Friday, 8th June 2018

આણંદ નજીક ગામડી અને ખંભાતમાંથી જુગાર રમતા 14 શકુનિઓની રંગે હાથે ધરપકડ

આણંદ:નજીક આવેલા ગામડી ગામના બારવીઘાં તેમજ ખંભાતના એક રહેણાંક મકાનમાંથી પત્તા પાનાનો જુગાર રમતાં ૧૪ જેટલા શખ્સો ૪૮ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતાં પોલીસે જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેર પોલીસે આજે ગામડી બારવીઘાં ખાતે આવેલી તુલસી સોસાયટીની પાછળના ખેતરમાં છાપો મારીને મનભાઈ ખાતુભાઈ સોઢા પરમાર, વિનોદભાઈ છોટાભાઈ વાઘેલા, અશોકભાઈ બાબુભાઈ ગોહિલ તથા ઠાકોરભાઈ અંબાલાલભાઈ હરિજનને ઝડપી પાડીને રોકડા ૧૫૦૩૦ જપ્ત કર્યા હતા.

જ્યારે ખંભાત શહેર પોલીસે કડીયાપોળમાં રહેતા નીતીનભાઈ ભગતના ઘરે ગઈકાલે રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે દરોડો પાડીને સમીરભાઈ નીશારમહંમદભાઈ વોરા, હસમુખભાઈ બાબુભાઈ ચુનારા, હિતેષભાઈ નથ્થુરામભાઈ શર્મા, રોહિતભાઈ બંસીલાલ ખલાસી, સોહિલ હુસેનભાઈ મલેક, સુનીલભાઈ પ્રકાશરાવ દેશમુખ, રાજુભાઈ માનસિંહભાઈ ભુરીયા, આકાશભાઈ રમણભાઈ ભીલ, પુનમભાઈ રણછોડભાઈ પ્રજાપિત તથા નીતીનભાઈ દિનેશભાઈ ભગતને ઝડપી પાડીને રોકડ તેમજ મોબાઈલ ફોન મળીને કુલ ૩૩૧૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(6:07 pm IST)