ગુજરાત
News of Friday, 8th June 2018

સોજીત્રામાં બાઈક રાખવાની બાબતે જૂથ અથડામણમાં થયેલ મારામારીમાં સાતને ઇજા

સોજીત્રા:શહેરની નગરપાલિકા પાસે ગઈકાલે સાંજના સુમારે બાઈક પાર્ક કરવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ રાત્રીના સુમારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ અને દેવાતજના દરબારો ઉપર સોજીત્રાના મુસ્લિમોએ ઘાતક હથિયારોથી હુમલો કરીને સાતને માર મારતાં ગંભીર હાલતમાં તેઓને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હિંસક બનેલા ટોળાએ ત્રણ જેટલા બાઈકોની પણ તોડફોડ કરી હતી. આ બનાવને લઈને સમગ્ર સોજીત્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને એકની ધરપકડ કરી હતી.

 

પ્રાપ્ત વિગતો અનુસાર સોજીત્રા તાલુકાના દેવાતજ વાંટામાં રહેતા દેવેન્દ્રસિંહ અજીતસિંહ સિસોદીયા ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાના સુમારે પોતાનું બાઈક લઈને સોજીત્રા નગરપાલિકા સામે આવેલી સોલંકી બ્રધર્સની દુકાન સામે રોડ ઉપર ઉભા હતા ત્યારે અનિસભાઈ લાલભાઈ વાસણવાળો (સારસાવાળો)એ તુ બાઈક અહંીયાથી લઈ લે તેમ કહી ગમે તેવી ગાળો બોલી હતી. જેથી દેવેન્દ્રસિંહે ગાળો બોલવાની ના પાડતાં ઐઝાઝ ઉર્ફે બીસ્કીટ ફારૂકભાઈ વ્હોરા, સોહિલ ઉર્ફે ટોયલી અનવરભાઈ ઉર્ફે ચણી વ્હોરા અને અબ્બાસભાઈ રસુલભાઈ વ્હોરા ઉપરાણુ લઈને આવી ચઢ્યા હતા અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આસપાસના લોકોએ વચ્ચે પડીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. દરમ્યાન ચારેય જણાંએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:07 pm IST)