ગુજરાત
News of Friday, 8th June 2018

એલસીબી ખેડા પોલીસે કસ્બાના વાયદપુરા ટેકરા પરથી જુગાર રમતા 6 ઈસમોને 36 હજારની રોકડ સાથે ઝડપ્યા

ખેડા:એસઓજી ખેડા પોલીસે કપડવંજ કસ્બાના વાયદપુરા ટેકરા ઉપરથી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમવાના સાધનો મોબાઈલ નં.૫ તેમજ રોકડા રૂપિયા ૩૬,૧૦૦ મળી કુલ રૂપિયા ૪૬,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસઓજી ખેડા પોલીસ કપડવંજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી આ દરમિયાન માહિતી મળેલ કે કસ્બા વાયદપુરા વિસ્તારમાં ટેકરા ઉપર કેટલાંક ઈસમો પત્તા પાનાનો હારજીતનો જુગાર રમે છે. જેથી એસઓજીએ રેઈડ કરતા વસીમ અલીલીયાકત અલી સૈયદ, ધર્મેશકુમાર ધનવેલલાલ કા. પટેલ, પ્રિતેશભાઈ મોરારભાઈ ચાવડા, મહેશકુમાર ભવાનભાઈ ચાવડા, સાકીરમીયાં મહંમદમીયાં સૈયદ તથા વિજયકુમાર ભઈલાલભાઈ પરમાર (તમામ રહે. કપડવંજ)ના ઝડપાઈ જવા પામ્યા હતા.
આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:06 pm IST)