ગુજરાત
News of Friday, 8th June 2018

વડતાલમાં બુટલેગરને ત્યાં છાપો મારી પોલીસે રસોડામાં છુપાવાયેલ 1.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ચકલાસી :ચકલાસી પોલીસે ગઈકાલે વડતાલ તાબે કિશોરપુરા ખાતે રહેતા એક બુટલેગરને ત્યાં છાપો મારીને ૧.૪૨ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને પ્રોહીબીશ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર ચકલાસી પોલીસને હકિકત મળી હતી કે, કિશોરપુરા ખાતે રહેતો ઉદેસિંહ વિઠ્ઠલભાઈ પરમાર વિદેશી દારૂનો ધંધો કરે છે તેના ઘરે મોટાપાયે વિદેશી દારૂ ઉતારવામાં આવ્યો છે. જેથી પોલીસે છાપો મારતાં ઉદેસિંહ પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના ઘરની તપાસ કરતાં રસોડામાં પ્લેટફોર્મ નીચે બનાવેલા ભોંયરામાંથી વિદેશી દારૂની જુદા-જુદા બ્રાન્ડની ૩૬૬ બોટલો કે જેની કિંમત ૧,૪૨,૨૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા ઉદેસિંહ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:06 pm IST)