ગુજરાત
News of Friday, 8th June 2018

કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા અજમેર દરગાહની સમિતિના સભ્યોની નિમણૂંકમાં ગુજરાતનો પ્રતિનિધિ કેમ નહીં?

અમદાવાદ તા. ૮: અજમેર શરીફ ખ્વાજા સાહેબ (ર.અ.) ની દરગાહ સમિતિની રચના અને તેના પ્રતિનિધિઓની પસંદગી ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. જોકે આ વખતે પાંચ વર્ષ માટે જે પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી છે તમાં જુદા-જુદા રાજયોના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ તેમાં કોઇ ગુજરાતના પ્રતિનિધિનો સમાવેશ કરાયો નથી.

કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જે પ્રતિનિધિઓના નામની યાદી જાહેર કરવામાંં આવી છે તમાં લખનોૈના સૈયદ બાબર અશરફ, અલવર રાજસ્થાનના સાપત ખાન, કોટા રાજસ્થાનના અમીન પઠાન, નવી દિલ્હીના સૈય્યદ શાહીદ હુસૈન રિઝવી, મલાડ મુંબઇના મોહમ્મદ ફારુખે આઝમ, નવી મુંબઇના મિસ્બાઉલ ઇસ્લામ, જયુર રાજસ્થાનના મુનાવર ખાન, નવી દિલ્હીના કાસીમ મલિક, નવી દિલ્હીના આતીફ રશિદનો સમાવેશ થાય છે. જે ગુજરાત સાથે એક અન્યા થયો હોય તેવું બતાવે છે. જો કે અગાઉ ભુતકાળમાં અનેક પ્રતિનિધિ એવા છે જે ગુજરાત વતી અજમેરની દરગાહનું પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર કહેતા કે, કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગુજરાતને અન્યાય કરે છે તો તેમના જ રાજમાં અજમેર દરગાહ કમિટીમાં પ્રતિનિધિત્વમાં ગુજરાતમાંથી કોઇ એક મુસ્લિમ પ્રતિનિધિ લઘુમતી મંત્રાલયે કેમ પસંદ નથી કર્ર્યો? તેવા સવાલ હવે બોૈધ્ધિકોમાં ઉઠવા પામ્યો છે.

(12:47 pm IST)