ગુજરાત
News of Friday, 8th June 2018

અંકલેશ્વરના અંદાડામાં છોકરાઓની રમવા બાબતની તકરારનો ખાર રાખીને સાગર વસાવા પર કુહાડીથી હુમલો

અંકલેશ્વરના અંદાડા હાઉસીંગ બોર્ડમાં રહેતા ૪૦ વર્ષિય સાગર કાંતિ વસાવા તા.૭મીની રાતે ૮ કલાકની આસપાસ કામ ઉપરથી આવતા હતા.દરમિયાન દિવસે છોકરાઓ વચ્ચે રમવામાં કોઇ લડાઇ થઈ હોઇ જેની રીસ રાખી બોલાચાલી કરી દિપક કાંતિ વસાવાએ ઉશ્કેરાઇને પોતાના જ ભાઇ સાગર વસાવા પર કૂહાડી વડે હુમલો કરતા સાગરને નાક ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી.

   સાગર વસાવાને સારવાર માટે લોહીલુહાણ હાલતમાં તેની પત્ની ભારતી દ્વારા ૧૦૮ મારફત ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લવાતા દાખલ કરાયો હતો.

   આ બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે કરાતા હપોલીસે હૂમલો કરનાર દિપક કાંતિ વસાવાની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:18 am IST)