ગુજરાત
News of Friday, 8th June 2018

વહેલી સવારે વાપીમાં વરસાદ : દક્ષિણ ગુજરાતમાં 72 કલાકમાં વરસાદની આગાહી

સુરત :રાજ્યમાં હવામાન વિભાગે આગામી 72 કલાકમાં વરસાદની આગાહી કરી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા વલસાડમાં આજે વહેલી સવારે વરસાદનું આગમન થયું છે.વલસાડ જિલ્લાના વાપી પંથકમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે

 આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જોકે વરસાદની મીટ માંડીને બેઠેલા ખેડૂતોને હવે વધુ રાહ જોવી પડશે નહીં હવામાન વિભાગ દ્વારા 72 કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે

(11:18 am IST)