ગુજરાત
News of Friday, 8th June 2018

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર ફાયરિંગ :કઠવાડામાં લૂંટના આરોપીઓની ગાડીનો પીછો કરતા નવ રાઉન્ડ ફાયરિંગ ;એક ઝડપાયો : ચાર ફરાર

 

અમદાવાદ :કઠવાડામાં ક્રાઈમ બ્રાંચની ટીમ પર પાંચ અજાણ્યા શખસો દ્વારા ફાયરિંગ કરાયું હતું લૂંટના આરોપીઓને પકડવા જતાં આરોપીઓ દ્વારા પોલીસ પર નવ રાઉન્ડ ફાયરિંગ કરાયું છે જેના જવાબમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે પાંચમાંથી એક આરોપીને ઝડપી લીધો છે, બાકીના ચાર ફરાર થઇ ગયા હતા

  અંગેની વિગત મુજબ પોલીસે બાતમીના આધારે દિનેશ ગૌસ્વામી ગેંગને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમે કઠવાડામાં વોચ ગોઠવી હતી ગેંગની ગાડીનો પીછો કરી તેમને પકડવા જતાં આરોપીઓએ ક્રાઇમ બ્રાંચ પર નવ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વળતા જવાબમાં ક્રાઇમ બ્રાંચની ટીમે પણ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી પાંચમાંથી એક આરોપીને પકડવામાં સફળ રહી હતી, બાકીના ચાર ફરાર થઈ ગયા હતા.

   ઝડપાયેલા આરોપીની ઊંડી તપાસ કરતાં ફાયરિંગ કરનાર ગેંગ રાજસ્થાનની હોવાનું સામે આવ્યું છે. પોલીસને આરોપીઓની ગાડીનો નંબર મળી ગયો છે. ઝડપાયેલા આરોપીનું નામ ગૌસ્વામી પ્રકાશ છે. પોલીસ ઝડપાયેલા આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.

(10:23 pm IST)