ગુજરાત
News of Friday, 8th June 2018

દરિયામાં માછીમારોની વહાણ -બોટ ગુમ થાય કે સંપર્ક ગુમાવે તો સરકારી એજન્સીને જાણ કરવી ફરજીયાત

  ગાંધીનગર :દરિયામાં માંછીમારોની જો બોટ ગુમ થાય કે બોટનો સંપર્ક થાય તો બોટ માલિકે સંબધિત સરકારી એજન્સીને જાણ કરવી ફરજિયાત છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા ચોરવાડ, માંગરોળ મરીન, શીલ ખાતેથી વહાણ-બોટો દરિયામાં માછીમારી માટે જાય છે અને મોટાભાગની વસ્તી માછીમારીના ધંધા સાથે સંકળાયેલી છે.

  સુત્રોના જણાવ્યા મુજબ  નિયમ માછીમારોની સલામતી માટે બનાવવામાં આવ્યો છે. અગાઉ, તા. ૨૯-૧૧-૧૩નાં રોજ મુંદ્રા બંદરેથી નૈશાદ ઈશા થૈમ તથા જુસબ સુલેમાન જાફરાબાદી (રહે બન્ને મોટા સલાયા)ની માલિકીનું વહાણ સલાલા ઓમાન જવા ખાંડનો જથ્થો ભરીને ૧૨ ક્રુમેમ્બરો સહિત રવાના થયેલ હતુ. મુંદ્રા બંદરેથી નીકળ્યા બાદ તા. --૧૪ ના રોજ વહાણનું સોમાલિયાના ચાચીયાઓએ અપહરણ કર્યુ હતુ પરંતુ વહાણ ગુમ થવા સંબંધે તેના માલિકે કોઇ એજન્સીને કે સરકારી તંત્રને જાણ કરી નહોતી. એક રાષ્ટ્રિય સલામતીને સ્પર્શતિ ગંભીર ઘટના છે. વહાણ ગુમ થયું હોય તે સમયગાળા દરમ્યાન વહાણ કે વહાણનાં ક્રુમેમ્બરનો રાષ્ટ્રવિરોધી પ્રવૃતિમાં ઉપયોગ થાય તે બાબત નકારી શકાય નહીં.

  આવી ઘટનાઓ અટકી શકે તે માટે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવેલ વહાણ-બોટ માલિકે જ્યારે પોતાનું વહાણ કે બોટ વાતાવરણીય કારણોસર કે ચાંચીયાઓ દ્વારા અપહરણ થવાનાં કારણોસર કે અન્ય કોઇપણ કારણોસર વહાણ-બોટ ગુમ થાય કે વહાણ-બોટ સાથેનો તેના માલીકનો સંપર્ક નિશ્વીત સમયગાળા બાદ ના થતો હોય તો તે બાબતોની જાણ સંબંધિત તમામ સરકારી એજન્સીને ફરજીયાત કરવાની રહેશે.

 જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.વી.અંતાણીએ ફોજદારી કાર્યરીતી અધિનીયમ ૧૯૭૩(૧૯૭૪નાનં-)ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ  તા. ૯મી જૂનથી ૬૦ દિવસ સુધી અમલી બને તેમ આદેશ ફરમાવ્યો છે.

   આ આદેશ મુજબ વહાણ બોટ માલીકોએ સાત કોલમમાં વિગતો રજુ કરવી ફરજીયાત છે. જેમાં પ્રથમ ક્રમ, બીજા કોલમમાં વહાણ બોટનું નામ તથા નંબર, ત્રીજા કોલમમાં વહાણ બોટ માલીકનું નામ તથા સરનામુ તથા સંપર્ક નંબર,ચોથા કોલમમાં વહાણ-બોટમાં રવાના થયેલ ટંડલ ખલાસીઓનાં નામ તથા સરનામાની વિગતો, પાંચમાં કોલમમાં વહાણ/બોટ રવાનાં થયાની તારીખ સમય અને સ્‍થળ, છઠ્ઠા કોલમમાં વહાણ/બોટ પરત આવવાની સંભવીત તારીખ, સાતમાં કોલમમાં અન્ય જરૂરી વિગતો સાથે  સરકારી તંત્ર અને સંબંધિત એજન્સીને જાણકારી આપવી ફરજીયાત છે. હુકમનો ભંગ ભારતીય દંડ સંહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. 

(1:00 am IST)