લે બોલ ! પાલનપુર રાજ્ય વેરા કમિશનર કચેરીમાં ઇન્સ્પેક્ટર અને જુનિયર કલાર્ક વચ્ચે છુટ્ટા હાથની મારામારી
પાલનપુરઃ પાલનપુર સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરીમાં ઈન્સ્પેક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. કચેરીમાં કર્મચારીઓ વચ્ચે કોઇ વાતે મારા મારી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આ દરમિયાન જુનિયર ક્લાર્ક દ્વારા કચેરીમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રામજી પટેલ પર હુમલા કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે હુમલામાં ઘાયલ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, અહીં તેઓએ વાતચિતમાં જણાવ્યું કે સવારે અમે ઓફિસમાં હતા ત્યારે જુનિયર ક્લાર્ક આવીને મોટેથી ગાળો બોલવા લાગ્યો હતો, રામજી પટેલે જણાવ્યું કે હું ઓફિસનો SO હોવાના નાતે મેં તેને ટોક્યો હતો, જેથી તે વધારે ઉશ્કેરાય ગયો અને ધમકીઓ આપવા લાગ્યો અને મારા રપ હુમલો પણ કર્યો. હુમલામાં તેણે પહેરેલા ધારદાર કળું મને માથાના ભાગે લાગ્યું અને લોહી નીકળવા લાગ્યું.
સરકારી ઓફિસમાં કર્મચારીઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીને કારણે સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી છે, તો ઘટના સમયે ઓફિસમાં હાજર એક મહિલા કર્મચારી પણ બેહોશ થઇ ગઇ હતી, તેણીએ જણાવ્યું કે હું ઓફિસમાં હતી ત્યારે રામજીભાઇને લોહીથી લથપથ હાલતમાં જોતા હું ગભરાઇ ગઇ અને ત્યારપછી મને કઇ યાદ નથી.