News of Saturday, 8th May 2021
ગરુડેશ્વર તાલુકાના એક નાનકડા ગામની સગીરાને ખડગડા ગામથી લગ્નની લાલચે યુવાન ભગાડી જતા ફરીયાદ નોંધાઈ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના એક ગામની સગીરા ને ખડગડા ગામ થી એક યુવાન ભગાડી લઈ જતા તેના વાલી એ કેવડીયા પો.સ્ટે.માં યુવાન વિરુદ્ધ ફરીયાદ આપી છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના એક ગામની સગીર દીકરીને નજીકના ગામનો ગૌતમભાઇ મણીલાલ ભાઇ તડવી (રહે વાડી ફળીયા ગરૂડેશ્વર) કાયદેસરાના વાલીપાણામાંથી લગ્ન કરવાની લાલચ આપી પટાવી , ફોસલાવી , ભગાડી લઈ જઈ ગુનો કરતા સગીરાના પિતા એ કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે ગૌતમ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે..
(10:37 pm IST)