ગુજરાત
News of Saturday, 8th May 2021

કોરોનાનો નવો ડબલ મ્યુટન્ટ B.1.617 વેરિયન્ટ વધુ ઘાતક

૫૫ ટકા મોત તેના કારણે થાય છે : અભ્યાસમાં સામે આવ્યું છે કે, ગુજરાતમાં કહેર મચાવવામાં કોરોનાનો ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ B.1.617 જવાબદાર છે

અમદાવાદ,તા. : ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં જાણે કે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ છેલ્લા એક મહિનામાં કોરોનાનો કહેર છવાયો છે. જેની પાછળ મુખ્ય કારણ ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ બી..૬૧૭ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ઉચ્ચ સરકારી સૂત્રો મુજબ દેશમાં ડબલ મ્યુટન્ટના પણ રાજ્ય અનુસાર જુદા જુદા મ્યુટેશન છે જે વેરિયન્ટને વધુ ઘાતક બનાવે છે. મામલે પૂરતી જાણકારી ધરાવતા ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં લગભગ ૪૦ ટકા નવા કોરોના કેસ અને ૫૫ ટકા મોત પાછળ વાયરસનો વેરિયન્ટ છે.

દર્દીમાં વેરિયન્ટની હાજરી જોવા મળી છે. વેરિયન્ટ વધુ સંક્રમણ ક્ષમતા અને વધુ ઘાતક ક્ષમતા બંને ધરાવે છે. રાજ્યની વાયરલ સિક્વન્સિંગમાં બીજા વેરિયન્ટ પણ મળી આવ્યા છે પરંતુ બી..૬૧૭ ડોમિનન્ટ વેરિયન્ટ તરીકે રાજ્યમાં કોરોના દર્દીઓની સારવારના પ્રોટોકોલ અને વેક્સીનેશનની સ્ટ્રેટેજી બંને પર ખૂબ અસર કરે છે.

શેહરના પેથોલોજિસ્ટ ડો. મુકેશ માહેશ્વરીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી ઘણી ઓથોરિટીએ હાલની કોરોના લહેર માટે વેરિયન્ટને જવાબદાર ગણાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી પૂણેના અભ્યાસમાં જોવા મળ્યું છે કે તેમણે મહારાષ્ટ્રના ૬૧ ટકા સેમ્પલમાં વેરિયન્ટ જોયો છે.

તેમજ કર્ણાટક જેવા રાજ્યમાં પણ ડેટાના આધારે વેરિયન્ટથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે. તો વાયરસને ડબલ મ્યુટન્ટ શું કરવા કહેવામાં આવે છે? જેનો જવાબ આપતા જીસીએસ હોસ્પિટલના પેથોલોજી પ્રોફેસર ડો. ઉર્વેશ શાહે કહ્યું કે બી..૬૧૭ વેરિયન્ટમાં કુલ મળીને મૂળ કોરોના વાયરસ કરતા ૧૭ જેટલા ફેરફાર થયા છે. જેમાંથી જેટલા ફેરફાર તો તેના સ્પાઇક જેનમાં થયા છે જેના દ્વારા તે માણસ શરીરમાં પ્રવેશ કરીને પોતાને તેમાં રહેલા પ્રોટિન સાથે અટેચ કરે છે.

જોકે તમામ ફેરફારમાંથી બે ફેરફાર એલ૪૫૨આર  અને ઈ૪૮૪ક્યુ આપણા માટે મહત્વના છે. પૈકી પહેલો ફેરફાર અમેરિકામાં રહેલા કોરોના વાયરસમાં જોવા મળ્યો છે જ્યારે બીજો ફેરફાર બ્રાઝિલમાં મળી આવેલા વેરિયન્ટમાં જોવા મળ્યો છે. જોકે ભારતના બી..૬૧૭ વેરિયન્ટમાં બંને ફેરફાર એક સાથે હાજ હોવાના કારણે આપણે તેને ડબલ મ્યુટન્ટ વાયરસ તરીકે ઓળખીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે બંને મ્યુટેશનથી વાયરસમાં ઉચ્ચ સંક્રમણકારકતા અને રોગપ્રતિકારક શક્તિને ચકમો આપીને પોતાનો બચાવ કરવાની ક્ષમતા વધે છે. જેથી માણસના શરીરમાં હાલમાં રહેલા એન્ટિબોડી વાયરસના વેરિયન્ટ સામે લડી નથી શકતા અને નકામા રહે છે જ્યાં સુધી રસીકરણ અથવા બીમાર દરમિયાન બીજા નવા એન્ટિબોડી બન્યા હોય.

(9:01 pm IST)