વડોદરા જિલ્લા એલસીબીએ દારૂના જથ્થા સાથે એક મોટા નેટવર્કને ઝડપી પાડયું
વડોદરા:જિલ્લા પોલીસની એલસીબીએ ગઇકાલે દારૃના જથ્થા સાથે પકડેલા ખેપિયાની પૂછપરછ કરતાં છાણી પોલીસ સ્ટેશનની હદમાં દારૃનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ થયો હતો.જેથી છાણી પોલીસે દારૃનું ગોડાઉન પકડયંુ હતું.પરંતુ આ કામગીરી છાણી પોલીસે જિલ્લા પોલીસને બાજુએ રાખી પોતાના નામે ઉધારી લીધી હોવાનો મુદ્દો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
જિલ્લા એલસીબીએ ગઇ કાલે દેણા પાસે દારૃના ટેમ્પા સાથે મૂળ રાજસ્થાનના પરંતુ હાલ બીલ-કલાલી રોડ પર પુષ્પમ હોમ્સ ખાતે રહેતા અશોક ક્રિષ્ણરામ બિશ્નોઇ અને ઓમપ્રકાશ હુક્મારામ બિશ્નોઇને ઝડપી પાડયા હતા.પોલીસે તેમની પાસે રૃા.૪.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૃના બંને ખેપિયાઓએ રણોલી પાસે એક ગોડાઉનમાં દારૃનો મોટો જથ્થો ઉતારવામાં આવતો હોવાની કબૂલાત કરતાં છાણી પોલીસને જાણ કરાઇ હતી.છાણી પોલીસે એમ પી પટેલ એસ્ટેટમાં દરોડો પાડી ફિનાઇલના ધંધાની આડમાં રખાયેલો દારૃનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.