ગુજરાત
News of Saturday, 8th May 2021

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પૈસાની લેતીદેતી મામલે પિતા-પુત્ર વચ્ચે થયેલ મારામારીમાં પુત્રએ પિતા પર છરીથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં નજીવી બાબતે મારામારીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વિરમગામ રૈયાપુર ત્રણ રસ્તા પાસે પાકની ઉપજના પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થયા બાદ જેમ ફાવે તેમ ગાળો બોલવાની ના પાડતા છરી મારી શરીરના ભાગે ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી બાબતે પુત્ર અને ભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ ચલાવી રહેલ છે.

આ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રહેમલપુર ખાતે રહેતા બાબુભાઈ અમરસિંહ ઠાકોર, ગાભુભાઈ લક્ષ્મણભાઈ ભાગના જમીનના પાકના રૂપિયા લેવા હાંસલપુર ચોકડી ખાતે ગયા હતા વણી ગામના કરમણભાઈ વાવેલ પાકના રૂપિયા લઈને આવેલ ત્યારે ફરિયાદીના દિકરા મહેશભાઈએ કહેલ કે રૂપિયા મને આપી દો મારા પિતાને આપશો નહીં. કરમણભાઈને રૂપિયા આપવાની ના પાડતા દિકરો ઉશ્કેરાઈ ગયેલ અને પિતાને કહેવા લાગેલ કે સાંજે ઘેર આવો પછી તમારી વાત છે. પિતા ઘરે ગયેલ નહિ પિતા હાંસલપુરથી રૈયાપુર ત્રણ રસ્તા પાસે આવેલ હોટલ પાસે પાણી પીવા ઉભા રહેતા પાકની ઉપજના પૈસાની લેતીદેતી બાબતે ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો બોલી ગાળો બોલવાની ના પાડતા દિકરો મહેશ ઉશ્કેરાઈ જઈ કેડમાં રાખેલ છરી કાઢી એક ઘા પીઠના ભાગે મારેલ અને બીજો ઘા પણ પીઠના ભાગે મારેલ અને ભાઈ માધાભાઈએ બરડાના ભાગે મૂઢ માર મારી ઈજાઓ પહોંચાડેલ ગાભુભાઈએ મને છોડાવવા જતા ગાભુભાઈને માધુભાઈએ છરીનો ઘા માથાના ભાગે કાન નીચે મારી ઇજા પહોંચાડેલ હતી બન્ને ઇજાગ્રસ્તોને વિરમગામ ગાંધી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવેલ બાદમાં વધુ સારવારની જરૂર જણાતા વિરમગામ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવમાં દિકરો (૧) મહેશ બાબુભાઈ ઠાકોર, (૨) મધાભાઈ અમરસિંહ ઠાકોર (રહે. રહેમલપર) વિરૂદ્ધ વિરમગામના ટાઉન પોલીસ મથકે નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે. આમ ભાઈ અને દીકરા દ્વારા હુમલો કરતા રહેમલપર ગામમાં ચકચાર મચી ગઈ છે.

(4:37 pm IST)