News of Saturday, 8th May 2021
આઇએએસ કેડરના ૯ અધિકારીઓની બદલી
સાબરકાંઠા કલેક્ટર તરીકે કોયા : સોમનાથ ડીડીઓ તરીકે રવિન્દ્ર ખટાલે
રાજકોટ તા. ૮: રાજ્યના નવ આઇએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ. કે. કોયાની નિમણુંક થઇ છે.જ્યારે એ. એસ. શર્માની ડાંગ આહવા કલેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. ખેડા ડીડીઓ તરીકે કે. એસ. બચાણી, વ્યારા ડીડીઓ તરીકે ડી. ડી. કાપડીયા, સુરત ડીડીઓ તરીકે ડી. એસ. ગઢવી, મહિસાગર ડીડીઓ તરીકે કે. ડી. લાખાણી, નર્મદા ડીડીઓ તરીકે પી. ડી. પલાસાણા, ગોધરા પંચમહાલ ડીડીઓ તરીકે એ. બી. રાઠોડ અને ગીર સોમનાથ ડીડીઓ તરીકે રવિન્દ્ર ખટાલેની બદલી થઇ છે. (૧૪.૧૨)
(4:01 pm IST)