ગુજરાત
News of Saturday, 8th May 2021

રાજપીપળા સિવિલ હોસ્પિટલ પાસે વાહન ઉપર વધુ માણસો બેસાડનાર ચાલક સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલ પાસેથી પોલીસે વાહન પર વધુ માણસો બેસાડી લવનાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો

 પ્રાપ્ત માહિતી અનુસાર આશીષભાઈ છત્રશીંગભાઈ વસાવા (રહે.મોવી તા.નેત્રંગ જી.ભરૂચ) નાઓએ તુફાન મહેંદ્રા ગાડી વાન ઉપર સાતથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા રાજપીપળા પોલીસે તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો

(1:27 pm IST)