ગુજરાત
News of Saturday, 8th May 2021

ગરુડેશ્વરના બારખાડી ગામે યુવતી સાથે સગાઈ નક્કી કર્યા બાદ અન્ય યુવતીને ઘરે લઈ આવતાં મારામારી

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના બારખાડી ગામે રહેતા દીપસિંગ સોમાભાઈ વસાવા (રહે. બારખાડી )એ સોમાભાઈ માગટાભાઈ વસાવાની દીકરી સાથે સગાઈ કરી હતી, ત્યાર બાદ ફરિયાદી દીપસિંગ દ્વારા અન્ય યુવતીને પોતાના ઘરે લઈ આવતા, સોમાભાઈ માગતા ભાઈ, ખાતરભાઈ માગતાભાઈ, ઇન્દુલાલ માગતાભાઈ વસાવા, બાલુભાઈ લાલજીભાઈ વસાવાએ ફરિયાદીના ઘરે જઈ કહેલ કે અન્ય યુવતીને ઘરે કેમ લઈ આવેલ છે, તેમ કહી ગાળો બોલવા લાગેલ અને ઉશ્કેરાઈ જઈ ફરિયાદી અને સાહેદ હંસા બેનને ઢીકાપાટુનો માર મારતાં હંસાબેનના હાથ ઉપર ઇજાઓ કરી ગુનો કરતા આ બાબતે ગરુડેશ્વર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે

(1:15 pm IST)