ગુજરાત
News of Saturday, 8th May 2021

ગુજરાતમાં રૂપાણી - પટેલ સહિત કેબિનેટના ૨૩માંથી ૧૪ પ્રધાનો કોરોનામાં સપડાયા'તાઃ બધા સાજા થઇ ગયા

મોટા ભાગના સ્થાનિક ચૂંટણી અને વિધાનસભાના સત્ર દરમ્યાન સંક્રમિત થયા'તા : અમુકને હોસ્પિટલમાં દાખલ થવું પડયું તો અમુક ઘરે જ સાજા થઇ ગયા

નવી દિલ્હી, તા.૮: જયારે કોવિડ-૧૯ મહામારીમાં જીવિત રહેવા માટે સામાન્ય માણસ સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે એક સમયે રાજયના કેબિનેટના ૬૦્રુ મંત્રી વાયરસથી સંક્રમિત થયા હતા. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કેબિનેટના ૨૩માંથી ૧૪ મંત્રીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તમામ રિકવર થઈ ગયા છે અને સરકારી પ્રવૃતિઓમાં ભાગ લેવાનું શરુ કરી દીધું છે.

ગયા વર્ષે દિવાળીની આસપાસ લોકડાઉન હટાવ્યા બાદ મહામારીની પ્રથમ લહેર જોવા મળી હતી, જેમાં કેટલાક મંત્રીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જો કે, મોટાભાગના મંત્રીઓ સ્થાનિક ચૂંટણી અને આ વર્ષની શરુઆતમાં વિધાનસભામાં બજેટ સેશન દરમિયાન ખતરનાક વાયરસની ચપેટમાં આવ્યા હતા.

પોતાનો અનુભવ જણાવતાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, 'હું એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં રહ્યો હતો અને એક અઠવાડિયા માટે હોમ આઈસોલેશનમાં. છેલ્લા ૧૫ દિવસથી મેં સામાન્ય કામ કરવાનું શરુ કરી દીધું છે અને ૧૫૦૦ કિમી જેટલું ટ્રાવેલિંગ પણ કર્યું છે. મારી લોકોને સલાહ છે કે ગભરાશો નહીં અને ડોકટરોની સલાહ લો'.

રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ ૧૪ દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કો-મોર્બિડિટી સ્થિતિ હોવા છતાં એકદમ રિકવર થઈ ગયા હતા અને આજે તેઓ ફરીથી સક્રિય થયા છે. 'મારી પાસે સારી મેડિકલ ટીમ હતી. મારા ૯૪ વર્ષના પિતા, મારી ૯૪ વર્ષની માતા, મારો દીકરો, મારી વહુ, અમારો રસોઈયો તેમદ અન્ય નજીકના કેટલાક લોકો કોવિડ-૧૯થી સંક્રમિત થયા હતા અને તેઓ એકદમ રિકવર થઈ ગયા છે', તેમ તેમણે જણાવ્યું હતું.

રાજયના વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું હતું કે,  'એક અઠવાડિયા માટે મને મારી પત્ની સાથે યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે હું રાજય સરકારના 'મારૂ ગામ, કોરોના મુકત ગામ' અભિયાનને પ્રોત્સાહન આપવા આક્રમક રીતે કામ કરી રહ્યો છું'.

(11:54 am IST)