ગુજરાત
News of Saturday, 8th May 2021

ભાષણોથી ભાજપ ચાલશે, ખેડૂતોની ખેતી નહી : ખેડૂત

રાજ્યના ખેડૂતો પણ ભાજપ સરકાર પર રોષે ભરાયા : અમારે કયાં જવું, ચૂંટણીની રાહ જોતાં તા, તમે અમને છેતર્યાં છે,ખેડૂતે મંત્રીઓ સાથે કરેલી વાતચીતનો ઓડિયો વાયરલ

અમદાવાદ, તા. ૭ : કોરોના કાળ વચ્ચે ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતો માટે પડયા પર પાટુ જેવી દશા થઇ છે. હવે ખેડૂતો ભાજપ સરકાર પર રોષે ભરાયાં છે. ખાતરના ભાવ વધતાં મંત્રીઓના ફોનની ઘંટડીઓ રણકવા માંડી છે.

નખત્રાણાના એક ખેડૂત ખાતરના ભાવ વધારાને લઇને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્ય કૃષિ મંત્રી આર.સી.ફળદુને ફોન કરીને બોલતી બંધ કરી દીધી હતી. ખેડૂતે બંન્ને મંત્રીઓને રોકડુ પરખાવ્યુ હતુંકે, ભાજપ ભાષણોથી ચાલશે,પણ ખેડૂતોની ખેતી નહી ચાલે,અમારે કયાં જવું. ચૂંટણીની જ રાહ જોતાં તા,તમે જ અમને છેતર્યાં છે.ખેડૂતે મંત્રીઓ સાથે કરેલી વાતચીતનો ઓડિયો ધૂમ વાયરલ થયો છે.

ગુજરાતમાં કોરોનાની મહામારી વકરી છે ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર એછેકે, ખાતરના ભાવમાં રૂા.૭૦૦ વધારો થયો છે.સ્થાનિક પંચાયતની ચૂંટણી સુધી ખાતરના ભાવમાં વધારો નહી થાય તેવા વચન અપાયા હતાં. ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી પણ પાછલા બારણેથી તા.૧લી મેથી ખાતરનો ભાવ વધારો અમલી બનાવી દેવાયો છે જેના કારણે ગુજરાતના ખેડૂતો રોષે ભરાયાં છે.

નખતાત્રાના એક ખેડૂતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલાએ ફોન કર્યો હતો કે, પંચાયતની ચૂંટણી વખતે તમારાં ભાષણો અમે ધ્યાનથી સાંભળ્યા હતાં. તમે એવુ કહેતાં હતાંકે, કોંગ્રેસ ખાતર મુદ્દે રાજકારણ ખેલી રહી છે. પણ તમે જાણે ચૂંટણી રાહ જોતાં તા. હવે ખાતરનો ભાવ વધ્યો છે. હવે અમારે કયાં જવું, કોને કહેવું. આ સાંભળીને રૂપાલાએ માત્ર હા જી હા જી કહીને મૌન રહેવાનું પસંદ કર્યુ હતું.

આ તરફ, આ જ ખેડૂતે કૃષિ મંત્રી આર.સી.ફળદુને ય ફોન કર્યો હતોકે, તમે જ ખેડૂતોને છેતર્યાં છે.તમે તો ખાતરના ભાવ નહી વધે એવુ કહ્યુ હતું. ખેડૂતના જવાબમાં ફળદુએ એવા ઉઠા ભઁણાવ્યાં ેક,ખાતરના ભાવ પેટ્રોલિયમ કંપનીએ વધાર્યાં છે. અમે ભાવ વધાર્યાં નથી. અમે તો કેન્દ્ર સરકારમાં રજૂઆત પણ કરી છે.  ખાતરના ભાવ વધારાને લઇને અભી બોલા,અભી ફોક જેવી સ્થિતી સર્જાઇ છે. ખેડૂતના વેધક સવાલ સામે ફળદુ અને રૂપાલાની બોલતી બંધ થઇ ગઇ હતી.

(9:08 pm IST)