News of Wednesday, 8th May 2019
વડગામમાં ફિલ્મીઢબે બાઈકની ઉઠાંતરી :ભરબપોરે બાઈકની ચોરી :સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
વડગામ :સામુહિક આરોગ્ય કેન્દ્ર વડગામના કંપાઉન્ડમાં પાર્ક કરેલ મોટર સાઈકલ એક યુવક ઉઠાવી જતાં ચકચાર મચી જવા પામી છે.
બપોરે ૩ઃ૦૦ કલાકે વડગામ રેફરલ હોÂસ્પટલના કર્મચારી મનહરભાઈ પરમારનું બાઈક હીરો-હોન્ડા સ્પેન્ડર કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી જતાં ગ્રામજનોએ લુખાતત્વો સામે લાલ આંખ કરવા તાકીદ કરી છે. બાઈક ચોરવા આવનાર યુવક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આ અંગે મેડીકલ ઓફીસર ડો. અનિલભાઈ ડાભી એ વડગામ પોલીસ મથકે જાણ કરી હતી.
(8:51 pm IST)