ગુજરાત
News of Wednesday, 8th May 2019

મારી સામેના ષડ્યંત્રનો હું એવો જવાબ આપીશ કે કોંગ્રેસને કળ નહિ વળે : અલ્પેશ ઠાકોરનો ધ્રુજારો

ઠાકોર સમાજ અને ઓબીસી હોવાથી મને ટાર્ગેટ કરાયો :ધારાસભ્યપદેથી રાજીનામુ નહીં જ આપું

અમદાવાદ ;રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સ્પષ્ટ ચીમકી આપી છે કોંગ્રેસે ધારાસભ્ય પદ રદ કરવા માટે અધ્યક્ષને અરજી કરી હોવા અંગે અલ્પેશે જણાવ્યું કે "મારી સામે કરવામાં આવેલા ષડયંત્રનો હું એવો જવાબ આપીશ કે કોંગ્રેસને કળ નહીં વળે. અંદર અંદરની લડાઈને કારણે કોંગ્રેસ ગુજરાતમાં 25 વર્ષથી સત્તાની બહાર છે

 અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે . ઠાકોર સમાજ અને ઓબીસીનો દીકરો હોવાથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું. પાંચ વર્ષ ધારાસભ્ય પદે રહીને રાધનપુરનો વિકાસ કરીશ. પાંચ વર્ષ બાદ ફરીથી ત્યાં જ ચૂંટણી લડીશ."

(1:35 pm IST)