ગુજરાત
News of Wednesday, 8th May 2019

સુરતના પુણા વિસ્તારમાં જાહેરમાં હત્યા :ટેમ્પો પાર્ક કરવા બાબતે બોલાચાલી જીવલેણ બની

પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા :ટેમ્પો ચાલકે માર મારતા તૌફિકનું મોત

સુરતના પુણા વિસ્તારમાં એક વ્યક્તિની જાહેરમાં હત્યા થઇ છે પાર્કિગ જેવી બાબતે ઝગડો થતા ટેમ્પા ચાલકે માર માર્યો હતો જેમાં યુવાનનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

   આ અંગે મળતી વિગત મુજબ સુરતના પુણા વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટમાં તોફીક નામનો વ્યક્તિ પાર્સલ લોડીંગનું કામ કરતો હતો આ દરમ્યાન એક ટેમ્પા ચાલકે ત્યાં ટેમ્પો પાર્ક કરતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં રોષે ભરાયેલા ટેમ્પા ચાલકે તોફીકને માર મારતા તેને ગંભીર ઈજા પહોચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર એથે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તોફીકને મૃત જાહેર કર્યો હતો.

 આ બનાવની જાણ થતા પુણા પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

(9:48 pm IST)