ગુજરાત
News of Thursday, 8th April 2021

નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૧ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૩૯૬ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં અર્બન સેન્ટર માં ૦૧, રાજેન્દ્રનગર માં ૦૧, આરબ ટેકરા માં ૦૧, નવા ફળિયા માં ૦૧ તથા નાંદોદના વરખડ માં ૦૧, વાઘડિયામાં ૦૧, જીતનગર માં ૦૧, શહેરાવ માં ૦૧, વડીયામાં ૦૧, ચિત્રાવાડીમાં ૦૧ તથા ગરુડેશ્વર ના કમોદીયામાં ૦૧, ગરુડેશ્વર માં ૦૧ તથા તિલકવાડા ના અગરમાં ૦૧ તથા દેડિયાપાડામાં ૦૩, ખોખરાઉમર માં ૦૧, મોસ્કુવા માં ૦૧ તથા સાગબારાના સેલંબા માં ૦૧, પાટીમાં ૦૧, પાટલામહુ માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૧ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૭ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૩૩ દર્દી દાખલ છે, આજે ૧૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૨૮૩ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૩૯૬ પર પહોચ્યો છે.આજે વધુ ૮૬૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:24 pm IST)