ગુજરાત
News of Thursday, 8th April 2021

ભાજપના વધુ ૨ કોર્પોરેટરો રાજુભાઇ પટેલ અને ગીતાબેન પટેલ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ : કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ કોરોના સંક્રમિત બાદ યુ.એન મહેતા હોસ્પિટલ સારવાર

કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલ ને કોરોના આવ્યા બાદ વધુ ૨ કોર્પોરેટરોને કોરોના સંક્રમણ થી ભાજપ માં ચિંતા વધી

અમદાવાદ : ભાજપના કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલ નો કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ ભાજપના વધુ ૨ કોર્પોરેટરો રાજુભાઇ પટેલ અને ગીતાબેન પટેલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ભાજપ માં ચિંતા વધી.

ભાજપના કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલ બાદ ભાજપના અન્ય બે નેતાઓ ફરી કોર્પોરેટર પોઝિટિવ આવ્યા છે. જેના લીધે ભાજપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

વોર્ડ નંબર-9 માં ભાજપના રાજુભાઈ પટેલ અને વોર્ડ નબર-11 ના ગીતાબેન પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. જાણે-અજાણે સુપરસ્પ્રેડર બની રહ્યા છે. હજારો લોકોને મળતા, ભીડને સંબોધતા નેતાઓ જ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.

રાજ્યના સીનીયર કેબીનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા પણ કોરોના સંક્મિત સામે આવ્યા છે. તેમને સારવાર હેઠળ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્ય સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.

(7:17 pm IST)