ગુજરાત
News of Thursday, 8th April 2021

મેઘરજ તાલુકાના વાઘપુર રોડ નજીક બાઈક ઝાડ સાથે અથડાતા એક શખ્સનું ઘટનાસ્થળેજ મોત:અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મેઘરજ:તાલુકાના વાઘપુર રોડ પર વડથલી કેનાલ નજીક  બાઈક રોડ સાઈડ ઝાડ સાથે ટકરતા એક શખ્સનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ થઇ હતી.

ઢુંઢેરા ગામના અનિલ ગોવીંદભાઈ પારઘી અને ધોળાપાણા ગામના વિવેકકુમાર ડાહ્યાભાઈ ભગોરા વિવેક ભગોરાની  પલ્સર બાઈક  પર વાઘપુર તરફ આવતા હતા તે દરમિયાન વડથલી કેનાલ પાસે બાઈકચાલક વિવેકકુમારે  ગફલતભરી રીતે હંકારી લાવી રોડ સાઈડમાં આવેલ બાવળના ઝાડ સાથે બાઈક અથડાવતા અનિલ પારઘીનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ.

 જ્યારે અન્ય એક યુવાન વિવેક  ડાહ્યાભાઈ ભગોરોને ઈજાઓ પહોંચતા ઇસમને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે મૃતક અનિલ ગોવિંદભાઈ પારગી રહે. ઢુંઢેરાના મૃતદેહને ઈસરી સરકારી દવાખાને પી.એમ. માટે મોકલવામાં આવ્યો હતો.

(5:22 pm IST)