ગાંધીનગરમાં સે-25 જીઆઈડીસીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 13 શકુનિઓને ઝડપી જેલ હવાલે કર્યા
ગાંધીનગર: જિલ્લામાં છેલ્લા થોડા સમયથી છેલ્લા થોડા સમયથી જુગારની બદી વધી રહી છે ત્યારે જુગારની આ બદીને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સ્ટાફના માણસોને એલર્ટ રહીને કામગીરી કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને સે-ર૧ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.મહાવીરસિંહ અને કો.ગણેશભાઈને બાતમી મળી હતી કે સે-રપ જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નં.ઈ-૩૬માં આવેલી ઓરડીમાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે અને જુગારધામ હાલ ધમધમી રહયું છે. જેના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં અહીં જુગાર રમતાં કમલેશકુમાર અમરતલાલ પટેલ રહે.સજનપુરા માણસા, મહેન્દ્રસિંહ તખુભા બિહોલા રહે.મકાન નં.૬૯૪/ર, કિસાનનગર સે-ર૬, નટવરસિંહ રાયસિંહ ચાવડા રહે.મકાન નં.૩૪૧૫, નાગરાજ સોસાયટી પેથાપુર, કેતનકુમાર ભાયચંદભાઈ પટેલ રહે. મકાન નં.૭, પ્રભુનગર સોસાયટી ગોઝારીયા, પટેલ જીગ્નેશકુમાર રતિલાલ રહે.પહેલીપોળ ગોઝારીયા, લીયાકત અહેમદભાઈ મલેક રહે.મટવાકુવા મોટીવાસ, કલોલ, પરેશભાઈ મનહરભાઈ શાહ રહે.ક્રિષ્ણનગર અમદાવાદ, હુસેનભાઈ ઈબ્રાહીમભાઈ સિપાહી રહે.ચરેડી, રજનીકાંત કાળુભાઈ પટેલ રહે.નિકોલ અમદાવાદ, ભીખાજી બાદરજી ઠાકોર રહે.પગીવાસ કોલવડા, મહંમદશાહ જીવાશા દિવાન રહે.વણોદ સુરેન્દ્રનગર, અલ્લારખા ઉમરભાઈ શેખ રહે.પાનસર ચોકડી કલોલ, સલીમ અબ્દુલભાઈ મનસુરી રહે.ચરેડીને ઝડપી પાડયા હતા. પોલીસે આ જુગારીઓ પાસેથી ૩૭ હજાર ઉપરાતની રોકડ અને મોબાઈલ મળી ૧.૦૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ જુગારધામ ચરેડીમાં રહેતો આરીફ ચલાવતો હોવાનું બહાર આવતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૃ કરી છે.